'સપ્ટેમ્બર' સુધીમાં કોરોના મહામારીનો ભારતમાં આવશે અંત, નવા રિપોર્ટમાં કરાયો દાવો

કોરોના વાયરસ (Corona Virus) ક્યારે ખતમ થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં ઘૂમ્યા કરે છે. હવે લાગે છે કે આ સવાલનો જવાબ આવી ગયો છે. કોવિડ 19 મહામારી સપ્ટેમ્બર મધ્યની આસપાસ ભારતમાં ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. જેમણે આ તારણ પર પહોંચવા માટે Mathematical form પર આધારિત વિશ્લેષણનો સહારો લેવાયો. 

 'સપ્ટેમ્બર' સુધીમાં કોરોના મહામારીનો ભારતમાં આવશે અંત, નવા રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ક્યારે ખતમ થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં ઘૂમ્યા કરે છે. હવે લાગે છે કે આ સવાલનો જવાબ આવી ગયો છે. કોવિડ 19 મહામારી સપ્ટેમ્બર મધ્યની આસપાસ ભારતમાં ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. જેમણે આ તારણ પર પહોંચવા માટે Mathematical form પર આધારિત વિશ્લેષણનો સહારો લીધો.

આ રીતે કરાયું આકલન
વિશ્લેષણથી એ ફલિત થાય છે કે જ્યારે ગુણાંક 100 ટકા પર પહોંચી જશે તો આ મહામારી ખતમ થઈ જશે. આ વિશ્લેષણ ઓનલાઈન જર્નલ એપીડેમીયોલોજી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ સ્વાસ્થ્ય મંત્રાલયમાં Directorate general of health services (DGHS)માં ડેપ્યુટી ડિરેક્ટર (જન સ્વાસ્થ્ય) ડો. અનિલકુમાર અને DGHSમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર (leprosy) રૂપાલી રોયે કર્યો છે. 

તેમણે આ તારણ પર પહોંચવા માટે બેલીના Mathematical formનો ઉપયોગ કર્યો. આ ગણિતિય સ્વરૂપ કોઈ મહામારીના પૂર્ણ આકારના વિતરણ પર વિચાર કરે છે જેમાં સંક્રમણ અને તેનાથી બહાર આવવાનું... બંને સામેલ છે. 

આ મેથમેટિકલ ફોર્મ સતત સંક્રમણ પ્રકારના રૂપમાં ઉપયોગમાં લેવાયું, જે નવા સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રોત ત્યાં સુધી બની રહેશે જ્યાં સુધી તેના ચક્રથી તેઓ સંક્રમણ મુક્ત ન થઈ જાય કે પછી તેમનું મૃત્યુ ન થાય. 

જુઓ LIVE TV

આ સાથે જ કુલ સંક્રમણ દર અને રોગમાંથી બહાર આવવાના કુલ દર વચ્ચેના સંબંધિત પરિણામને મેળવવા માટેનું વિશ્લેષણ પણ કરાયું. દસ્તાવેજો મુજબ ભારતમાં વાસ્તવિક રીતે મહામારી 2 માર્ચથી શરૂ થઈ હતી. ત્યારથી કોવિડ 19ના પોઝિટિવ કેસ સતત વધતા ગયાં. 

વિશ્લેષણ માટે વિશેષજ્ઞોએ ભારતમાં કોવિડ 19ના આંકડા વર્લ્ડ મીટર્સ ડોટ ઈન્ફોમાંથી એક માર્ચથી 19 માર્ચ સુધી નોંધાયેલા કેસો, સંક્રમણમુક્ત થયેલા કેસ, અને મૃત્યુ સંબંધિત આંકડા લીધા હતાં. અધ્યયન દસ્તાવેજો મુજબ બેલિઝ રિલેટિવ રિમૂવલ રેટ (BMRRR), કોવિડ 19નું સાંખ્યકિય વિશ્લેષણ (લિનિયર), ના ભારતમાં સાંખ્યકિય વિશ્લેષણથી પ્રદર્શિત થયું છે કે મધ્ય સપ્ટેમ્બર વચ્ચે 'લીનિયર લાઈન' 100 પર પહોંચી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news